"ભાઇ-બહેન"
- Mic Up
- Jul 29, 2020
- 2 min read


આજે મારે વાત કરવી છે એવા પ્રેમ વિશે જેનુ દરેક વ્યક્તિ ના જીવન માં એક ચોક્કસ સ્થાન હોય છે. તમને થશે કે પ્રેમ નુ સ્થાન તો દરેક વ્યક્તિ ના જીવન માં હોય છે પરંતુ મારે વાત કરવી છે ભાઇ બહેન ના પવિત્ર પ્રેમ ની!
“મોકા ભી હૈ દસ્તુર ભી હૈ” ભાઇ બહેન નો પ્રેમ એક એવો પવિત્ર પ્રેમ છે જે કદાચ ઈશ્વરે બનાવેલ પવિત્ર પ્રેમ નુ ઝરણું. દરેક બહેન માટે પોતાનો ભાઇ નાનો હોય કે મોટો તેના દિલ મા તેનુ એક વિશેષ સ્થાન હોય છે જે પ્રેમ ની તોલે કોઈ ના આવે. કલ્પના કરો એવા દશ્ય ની ! ત્રણ ચાર વષૅ ની નાનકડી બહેન હોય અને પોતાના પાંચ - છ મહિના ના ભાઇ ને પોતાની કાલીઘેલી ભાષામાં હાલરડુ ગાઇ ને પારણે ઝુલાવતી હોય ને આવુ દશ્ય તો દેવો ને પણ દૂલૅભ છે.
આવી જ એક વાત મારે કરવી છે એક બહેન ના પોતાના ભાઇ માટે ના પ્રેમ અને સમૅપણ ની! વાત છે આજ થી લગભગ સો વષઁ પહેલા ના સૌરાષ્ટ્ર ના નાનકડા ગામ ની પાંચ બહેનો પછી નો લાડલોભાઇ .આમ તો ખાધેપીધે સુખી પરિવાર પરંતુ ભાઈ ને Bombay મા set કરવાનું પરિવાર નુ સ્વપ્ન આ એ વખત ની વાત છે જયારે bombay પરદેશ ગણાતુ. પિતા એ ગામ ના જ બીજા એક પરિવાર કે જે bombay મા ઠીક ઠાક set થયેલા છે તેમને વાત કરી . વડીલે કહયુ બોમ્બે મા set થવું નાનીમાં ના ખેલ નથી. અને આ મહેણું સાંભળ્યું એક સોળ વર્ષની કન્યા એ જે પોતાની આંખો મા પોતાના ભાવી જીવન ના સ્વપ્ન સજાવી ને બેઠી તી પરંતુ તે સાથે જ તે એક બહેન પણ હતી અને તે પોતાના ભાઇ માટે એક દૄઢ સંકલ્પ કરી બેઠી. આ એ જમાનો હતો કે જ્યારે પોતાના લગ્ન ની વાત કરવી એટલે મયાઁદા નુ ઉલંઘન પરંતુ આ દીકરી એ તમામ મયાઁદા નો ભંગ કરી પોતાના પિતા ને પોતાના લગ્ન ની વાત કરી સાંભળી ને બાપ ના પગ નીચે થી જમીન ખસી ગઇ કા.કે. વાત જ એવી હતી . વાત હતી ગામ ના જ શ્રીમંત પરિવાર ના હાલ માં જ વિધૂર થયેલા બીજવર સાથે પરણવાની . કારણ તે પરિવાર બોમ્બે મા set થયેલો અને આજે તે બહેન ના પોતાના ભાઇ માટે ના પ્રેમ અને સમઁપણ ના લીધે ભાઇ ના દીકરાના દીકરા ઓ પણ બોમ્બે માં શ્રીમંત કહી શકાય એવી જીંદગી જીવી રહ્યા છે. આ છે ભાઇ બહેન નો પ્રેમ ! અને એમાંય ભાઇ મોટો હોય તો તો એ બહેન ના અભિમાન ની તો વાત જ શી કરવી! દુનિયા માં સૌથી સલામત તે જ છે.
આજ ની મારી આ વાત દુનિયા ના દરેક ભાઇ બહેન ને સમઁપીત!!!!!
- DINA !
Comments