દીકરી
- Mic Up
- Sep 28, 2020
- 3 min read

"દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર "
આજ ના daughter day ના દિવસે એક ખૂબસૂરત હાલરડા સાથે દરેક ને "happy daughter day"
સૌ પ્રથમ તો I am sorry " કા.કે. ધણા સમય પછી લખવાનું શરુ કર્યું યોગાનુયોગ પણ કેવો જયારે ફરી લખવાનું શરૂ કર્યું ત્યારે દીવસ પણ સરસ વિષય પણ
સરસ daughter day
આજના દિવસે દીકરી વિષે લખવાનો આનંદ જ કઇક અનેરો છે કા.કે. હુ દીકરી છુ અને મારે એક પ્યારી દીકરી છે
દીકરી માટે શુ કહુ ?શુ લખુ?દીકરી એટલે ઈશ્વરે આપણને આપેલા હસ્તાક્ષર એટલે જ હું માનું છું "દીકરી એટલે ઈશ્વર ના હસ્તાક્ષર "
જયારે દીકરી નો જન્મ થાય એના કોમળ હાથને હાથમાં લીધો હોય એ અનુભવ જીંદગી નો ખૂબસૂરત અહેસાસ એ નાનકડી દીકરી માતા પિતા ની આંગળી પકડીને ચાલતા શીખી હોય એજ દીકરી કયારે મોટી થઈ ને માતા પિતા ની માં બની જાય છે તેની ખબર જ નથી પડતી.

માં દીકરી નો સંબંધ એટલે દુનિયા નો અમુલ્ય ખજાનો પરંતુ એક પિતા અને દીકરી ના સંબંધ ની તો વાત જ શી કરવી. પિતા માટે દીકરી એટલે તેની દુનિયા તેનો શ્ર્વાસ અને દીકરી માટે પિતા એટલે દુનિયા નો શ્રેષ્ઠ પુરુષ તેની જીંદગી નો પ્રથમ હીરો. દીકરી ભલે પિતા નો વારસદાર કહેવાતો હોય કુલદીપક કહેવાતો હોય પરંતુ દીકરી ને પોતાના પિતા ની આબરૂ ની જેટલી પડી હોય એટલી કોઇ ને ના હોય
આજે મારે એવી જ એક દીકરી ની વાત કરવી છે એ દીકરી એ પિતા માટે જે કર્યુ તે માત્ર ને માત્ર દીકરી જ કરી શકે
વાત છે આજ થી આઠ ઉસકા પહેલા ની સૌરાષ્ટ્ર નુ નાનકડુ ગામ એમાં એક કાઠીદરબાર રહે ખાધેપીધે સુખી પણ કહે છે ને ઉપરવાળો કંઈક તો બાકી રાખેજ કાઠીદરબાર બધી રીતે સુખી પરંતુ શેર માટી ની ખોટ
પરંતુ ઉપરવાળાને ત્યાં દેર છે અંધેર નથી માં ભગવતી ની કૃપા થી કાઠીયાણી ને સારા દિવસો રહ્યા નવ મહિના બાદ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ દીકરી નો જન્મ થયો પરંતુ કાઠીયાણી આ સુખ મહાલવા રહયા નહી કાઠી ને દીકરી ની ભલામણ કરી સ્વઁગે સિધાવ્યા
હવે દરબાર નુ જીવન દીકરી ની આસપાસ જ વણાઈ ગયું દીકરી ને માતા પિતા નુ વ્હાલ આપી મોટી કરી લોકો એ કહયું કાઠી આમ જીંદગી ના જાય બીજી વાર સંસાર માંડો પરંતુ દરબાર પોતાની દીકરી ની જીંદગી મા ઓરમાન માતાનું દૂઃખ દેવા નહોતા માંગતા
આમ ને આમ સમય વીતતો ગયો બાજુના ગામમાં રહેતા કાઠીદરબાર ના દીકરી સાથે વેવિશાળ નક્કી કર્યું તે સમય ના રીવાજ પ્રમાણે નાનપણમાં લગ્ન કરી નાખ્યા આમ ને આમ સમય વીતતો ગયો દીકરી યૌવન ના આંગણે આવીને ઊભી રહી ગઈ દીકરી ને આપણુ વળાવવા નો સમય આવી ગયો.
બાપ નુ હૈયુ હાથ માં નથી હૈયા માં દીકરી ને સાસરે વળાવવા નો હરખ માતો નથી પરંતુ દીકરી વગર ની પોતાની જીંદગી ની કલ્પના કરવી મુશ્કેલ લાગતી હતી.દીકરી ને આણુ વળાવવા ની તડામાર તૈયારી ચાલી રહી છે આજે એક બાપ ને દીકરી ને આણા માં ચાંદ સિતારા ભરી દેવા છે સાત સાત ગાડા ભરીને કરિયાવર તૈયાર છે દીકરી નુ વેલજી તૈયાર થઈ ગયુ છે પિયર ની મીઠી યાદ અને સાસરી ના ભવિષ્ય ના સપના લઇ વેલડામાં બેઠી છે અને કાકી એ દરબાર ને મહેણું માર્યું બધુ દીકરી ને આપી દો આમેય તમે તો નિવઁશ છો દીકરી માટે જીવન આપી દીધુ હવે તમારુ કોણ?
પૌંઢ બાપ ને અપાયેલું મહેણું દીકરી એ સાંભળ્યું ને દીકરી વેલડા માં થી નીચે ઉતરી પડી પોતાના પતિ ને કહયું કાઠી રાહ જોવાય તો પાંચ વષઁ જોજો નહીંતર છેલ્લા જુવાર.
ત્યાં હાજર રહેલા લોકોને કે બાપ ને સમજાતુ નથી કે શું થઇ રહયું છે? કરિયાવર ના ગાડા પાછા વળી ગયા છે
બીજે દિવસે દીકરી નવ નવ ચંદેરી ભેંસ આંગણે બાંધે છે એક ભેંસ નુ દૂધ બીજી ભેંસ ને બીજી ભેંસ નુ દૂધ ત્રીજી ને એમ સાતમી ભેંસ નુ દૂધ દોહી ને એમાં ઓસડીયાં નાખી બાપ ને પીવડાવે છે છ મહીના માં તો બાપ ને જુવાન જોધ બના વી દીધો
બાર મહીના મા તો પૌંઢ બાપ ને જુવાન બનાવી દીધો અને બાજુના ગામમાં થી બાપ ને લાયક કન્યા જોઈ બાપ ને પરણાવ્યો .વિચારો આજ થી આઠ દસકા પહેલા નો સમય સમાજમાં કેવો હડકંપ મચ્યો હશે વિચારો પણ દીકરી ની હઠ અને સમઁપણ આગળ બધા એ હથિયાર મુકી દીધા
લગ્ન ના બાર મહીના મા તો નવી માં ને દેવ જેવો દીકરી આવ્યો દીકરી ની તપસ્યા પુરી થઈ કાઠી ને આણુ તેડવા ના કહેણ મોકલાયા છે દીકરી કાકી ને કહે છે આજે તો દસ ગાડા ભરી કરિયાવર લઇ જઇશ કા.કે. મારા બાપ નો વારસદાર છે
ખરેખર! આ દીકરી જ કરી શકે દીકરી જન્મે તો આપણે કહીએ લક્ષ્મી આવી પરંતુ મારા મતે તો દીકરી લક્ષ્મી જ નહી પરંતુ સરસ્વતી જગદંબા કાલી શકિત નો અવતાર છે
અને એટલે જ મારા મતે "દીકરી એટલે ઈશ્વર ના હસ્તાક્ષર "
DINA
Reference - Saurashtra ni Rasdhar (ZaverChand Meghani)
Comments